[surat] - ઇથોપિયન પ્લેન ક્રેશ / સુરતમાં માતા-પિતાએ વ્યથા વર્ણવતા કહ્યું, 'ઓળખ થયા બાદ ડેડબોડી મળશે'

  |   Suratnews

પરિવારજનો શોકમાં ગરકાવ થયો

વિદેશમંત્રીએ મદદના આદેશ આપ્યા

સુરતઃ ઇથોપિયન એરલાઇન્સ બોઇંગના 737 મેક્સ 8 એરક્રાફ્ટ રવિવારે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં મૂળ સુરતના અને વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા પરિવારના ચાર સહિત 6 લોકોના મોત નીપજ્યા હતા. મૂળ સુરતના પ્રેરિત દીક્ષિત, પત્ની અને બે બાળકીઓ સાથે સાસુ અને સસરાનું પણ મોત નિપજ્યું છે. પ્રેરિતના માતા-પિતાએ જણાવ્યું હતું કે, સરકારે જ્યાં સુધી ડેડ બોડીની ઓળખ ન થાય ત્યાં સુધી ડેડ બોડી નહીં મળી શકે, અને પ્લેન ક્રેશ થયું ત્યાં કોઈને જવા દેવાના નથી તેવું જાણવા મળ્યું છે.

પતિ-પત્ની, બે દીકરી અને સાસુ-સસરાનું મોત

1.સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા મૃતક પ્રેરિત દિક્ષીતના માતાપિતા વિરેન્દ્ર અને પરિંદાબેન દિક્ષીતે જણાવ્યું હતું કે, મૃતક પ્રેરિત છેલ્લા 18 વર્ષથી પત્ની કોશા, બે પુત્રી આશ્કા અને અનુશ્કા સાથે ટોરેન્ટોમાં રહેતો હતો. અમારા વેવાઈ મૂળ વડોદરાના પન્નાગભાઈ વૈધ અને હંસીની વૈધ મળવા ગયા હતા. અને સફારી પાર્ક જોવા માટે ઇથિયોપિયન એરલાઇન્સના બોઇંગ 737 વિમાનમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન પ્લેન ક્રેશ થતાં તમામ 6 વ્યક્તિના મોત નીપજ્યાં હતા....

ફોટો - http://v.duta.us/hPOT5AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/exMbCgAA

📲 Get Surat News on Whatsapp 💬