[vadodara] - આત્મહત્યા / વડોદરા નજીક ટુંડાવ ગામની સીમમાં પ્રેમી પંખીડાએ એક સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

  |   Vadodaranews

ભાદરવા પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારીને વધુ તપાસ હાથ ધરી

વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામની સીમમાંથી લીમડાના વૃક્ષ પર ગળે ફાંસો ખાઇને પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના ગ્રામજનોના ટોળા એકત્ર થઇ ગયા હતા. અને ભાદરવા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

બંનેનું મિલન નહીં થાય તેવા ડરથી આત્મહત્યા કરી

1.ટુંડાવ પાસેના પાલડી ગામના રણજીત ઠાકોર નાયક અને અંજનાબેન રાજુભાઇ નાયક વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. ગઇકાલે રવિવારે પરિવારે અંજનાની બહેનને લગ્ન કરી સાસરે વળાવી હતી અને હવે પોતાને પણ બીજે પરણાવી દેશે અને પ્રેમી સાથે મિલન થાય નહીં તેવા ડકથી રવિવારે રાત્રે બંનેએ સાથે આ દુનિયા છોડી જવાનો નિર્ણય કર્યો હતો અને પોતાના ઘરથી દૂર ટુંડાવ ગામની સીમમાં જઇને વૃક્ષ પર લટકીને બંને એક સાથે આત્મહત્યા કરી હતી.

ફોટો - http://v.duta.us/7wl7TAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/iuhGawAA

📲 Get Vadodara News on Whatsapp 💬