[vadodara] - વ્યાજખોરના ભોગ બનેલા 12થી વધુ લોકોનાં નામ પોલીસને મળ્યાં

  |   Vadodaranews

હરણી રોડની ખોડલ ફાઇનાન્સના મયંક બ્રહ્મભટ્ટે ન્યૂ સમા રોડના વેપારીને 2 ટકા વ્યાજે આપેલા રૂા. 2.50 લાખનું 10 દિવસમાં 25 હજાર વ્યાજ લીધું હતું. આ ઉપરાંત રૂા.4.50 લાખની રોજની રૂા. 45000 પેનલ્ટી ચૂકવવા કહ્યું હતું. તેણે બંદૂકની અણીએ ધમકી આપતાં વેપારીનાં પત્નીએ દાગીના પર લોન લઇ રૂા. 4.60 લાખ ચૂકવ્યા હતા. 5 વર્ષ પહેલાં બનેલી ઘટના અંગે સોમવારે પોલીસ કમિશ્નરને રજૂઆત કરાશે. અલબત્ત, બહ્મભટ્ટ બંધુઓના ભોગ બનેલા એક ડઝનથી વધુ લોકોનાં નામ પોલીસને મળતાં તપાસ હાથ ધરાઇ છે.

બ્રહ્મભટ્ટ બંધુઓના ભોગ બનેલા 12 થી વધુ લોકોની યાદી પોલીસને મળતાં તેમની પૂછતાછની કવાયત હાથ ધરાઇ છે. જે પૈકી ન્યૂ સમા રોડના કિરણ શાહે ડિસેમ્બર 2013માં ધંધાકીય પ્રોજેક્ટ માટે મિત્ર સંજય ધીંગરા મારફતે હરણી રોડ ખોડલ ફાઇનાન્સના મયંક બ્રહ્મભટ્ટ પાસેથી મહિને રૂા. 2 ટકા વ્યાજે રૂા. 2.50 લાખ લીધા હતા. તેણે ડાયરીમાં સહી કરાવી સિક્યુરિટી પેટે સહી કરેલા 3 ચેક તેમજ કારની આરસી બુક લઇ લીધી હતી. અઠવાડિયામાં જ તેણે ત્રાસ આપવાનું શરૂ કરી રૂા. 25 હજાર લઇ ગયો હતો. થોડા દિવસ પછી વેપારીએ વધુ રૂા. 2 લાખ લીધા હતા. તેણે ફરી રૂપિયા માગતાં વેપારીએ રૂા.25 હજાર હમણાં તો આપ્યા હતા તેવું કહ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4932kwAA

📲 Get Vadodara News on Whatsapp 💬