[valsad] - ચોરી / વલસાડમાં પરિવાર લગ્નમાં ગયો ને તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણા તફડાવ્યાં

  |   Valsadnews

અંદાજે 8 તોલા સોનાની ચોરી

પોલીસે શરૂ કરી તપાસ

સુરતઃવલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતો પરિવાર મકાન બંધ કરીને લગ્નમાં ગયું હતું. આ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ મકાનમાંથી અંદાજે 8 તોલા સોનાના ઘરેણાંની ચોરી કરી હતી. જેને લઈને પરિવારે વલસાડ સી. ટી. પોલીસ મથકે ફરિયાદ કરી હતી. વલસાડમાં અવારનવાર થતી ચોરીના પગલે લોકોમાં પોલીસ તપાસને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યાં છે.

ઘરે આવતાં ચોરીની જાણ થઈ

1.બનાવ અંગે ફરિયાદી પાસેથી મળતી માહિતી પ્રમાણે, વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા પ્રમુખ ગ્રીન સોસાયટીમાં રેહતા જયદીપસિંહ જશવંતસિંહ ઠાકોરના સબંધીને ત્યાં ત્રણ દિવસ અગાઉ લગ્ન પ્રસંગે પરિવારજનો સાથે ગામ ગયા હતા. અને ત્યાંથી કોઈક કામ અર્થે ગતરોજ પોતાના ઘરે આવ્યા હતા. તે અરસામાં તેમના ઘરનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. અને ઘરમાં જઈ તપાસ કરતા કબાટમાં મૂકેલા આશરે 8 થી 10 તોલાના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે જયદીપસિંહ ઠાકોરે આ અંગે વલસાડ સી.ટી. પોલીસ મથકે ફરિયાદ અરજી કરી છે. અને આગળની તપાસ પોલીસ કરી રહી છે.મહત્વપૂર્ણ છે કે, ચોરી કોઈ જાણભેદુ દ્વારા કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ફોટો - http://v.duta.us/IRdH3AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NF6zNAAA

📲 Get Valsad News on Whatsapp 💬