[bharuch] - ભરૂચ જિલ્લામાં સુકા પવનો ફુંકાતાં મહત્તમ તાપમાનમાં 3Oનો વધારો

  |   Bharuchnews

ભરૂચ શહેર અને જિલ્લામાં સૂકા પવનો ફૂંકાવાની શરૂઆત થતા જ ગરમીનો પારો ઊંચે ચઢવા સાથે લોકોને ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. મંગળવારે જિલ્લાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાન 19.4 ડિગ્રી જેટલુ ઉંચુ નોંધાયું હતું.

ભરૂચ જિલ્લાનાં મહત્તમ તાપમાનમાં મંગળવારે શુષ્ક પવનો ફૂંકાવાની શરૂ થતાં વધારો થતાં લોકોને ઉકળાટનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ,છેલ્લાં ચાર દિવસથી જિલ્લામાં પ્રર્વતતા સુકા પવનોને કારણે જિલ્લાનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 37 ડિગ્રી નોંધાયું હતું.

છેલ્લાં ચાર દિવસથી જિલ્લામાં સુસવાટાભર્યા પવનો બંધ થવાની સાથે મહત્તમ તાપમાન વધતાં દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનું જોમ વધી રહ્યું છે. આગામી ચાર દિવસો દરમિયાન ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 17 થી 19 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના હોવાથી ઠંડીનું પ્રમાણ ક્રમશ: ઘટવાની શકયતા છે. જ્યારે મહત્તમ તાપમાન પણ 36-37 ડિગ્રીની આસપાસ જ રહેશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BPA6WQAA

📲 Get Bharuch News on Whatsapp 💬