[gujarat] - દારૃ પીવાના નાણાં નહીં મળતા પતિનો આપઘાત

  |   Gujaratnews

I સુરત I

પત્નીએ દારૃ પીવા માટે પૈસા નહીં આપતા ઇચ્છાપોરના યુવકે મોતને વહાલું કરી લીધું હતું. જોકે, જિદંગીથી હારી ગયેલા યુવકે અગાઉ હાથમાં બ્લેડ મારી પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યાે હતો.

ઇચ્છાપોર ખાડી મહોલ્લામાં રહેતો દીપ ઉર્ફે દીપક દિલિપ સીતલાણી (ઉ.વ.૨૫) છૂટક મજૂરી કામ કરતો હતો. કોઇક દિવસ કામ મળે તો કરવાનું નહીં તો ઘર પર બેકાર બેસી રહેતો હતો. તેની આ આદતથી કંટાળીને તેની પત્નીએ ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવવાનું શરૃ કર્યુ હતું.

જોકે યુવકને દારૃ પીવાની લત હોવાથી તે દારૃ માટે અવારનવાર પત્ની પાસે રૃપિયાની માંગણી કરતો રહેતો હતો. દરમિયાન ગતોજ પણ દીપકે પત્ની પાસેથી દારૃ પીવા માટે રૃપિયાની માંગણી કરી હતી, પરંતુ પત્નીએ પૈસા આપવાનો ઇન્કાર કરતાં તેને માઠું લાગી આવ્યું હતું. જેને પગલે તેણે પોતાના ઘરે લાકડાના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેને બે સંતાન છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EID7ZgAA

📲 Get gujaratnews on Whatsapp 💬