[rajkot] - જૂનાગઢ / ફેસબુકમાં યુઝરે કોર્ટના સુપરિન્ટેન્ડન્ટને બિભત્સ ગ્રૂપમાં એડ કરી ધમકી આપી

  |   Rajkotnews

યુવાન અને તેમના મિત્રોનાં પરિવારને બદનામ કરવાની ધમકી

જૂનાગઢ: જૂનાગઢ શહેરનાં નવી કલેક્ટર કચેરી પાસે, સ્નેહલ પાર્ક-1, રાજ પ્લોટ નંબર-33માં રહેતા અને વંથલી કોર્ટમાં સુપ્રીટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા એમિશભાઇ મગનભાઇ મેંદપરા નામના યુવાનના ફેસબુક આઇડી તેમજ તેમના મિત્રો દિશાંત રાવલ, હિરેન મહેતા તથા યોગેશ દવે સહિતના ફેસબુક મેસેન્જરમાં અજાણ્યો શખ્સ બન્નુજી નામની ફેસબુક આઇડીમાંથી મેસેજ કરી બદનામ કરતો હતો. તેમજ બિભત્સ ગૃપમાં એમીશભાઇને એડ કરી અન્ય કોઇને જોડાવું હોય તો એમીશભાઇનો સંપર્ક કરવા જણાવવું તેવા મેસેજ કરી બદનામ કરતો હતો.

પરિવારને બદનામ કરવાની ધમકી આપી: આ શખ્સને મેસેજ કરવાની ના પાડતા અને પોલીસ ફરિયાદનું કહેતા પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી અને અમો રાજકોટ પોલીસના સંપર્કમાં રહીને આ બધુ કરતા હોઇએ છીએ. તારી ઘરવાળી પીએસઆઇ છે. તું કોર્ટમાં છે તેવું પણ જણાવી બિભત્સ મેસેજ કરી બદનામ કરવાની ધમકી આપી માનસિક તથા સામાજીક રીતે હેરાન કરતો હોવાની એમિશભાઇએ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.વાળા ચલાવી રહ્યા છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0oFCxQAA

📲 Get Rajkot News on Whatsapp 💬