[rajkot] - વિરોધ / જામનગરના ધ્રોલમાં હાર્દિક પટેલનો વિરોધ, રોડ પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..?'ના બેનર લાગ્યા

  |   Rajkotnews

કોંગ્રેસના કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાતે આવતા કડવો અનુભવ

જામનગર:હાર્દિક પટેલ હવે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય ચુક્યો છે અને આગામી 2019ની લોકસભાની ચૂંટણી જામનગરથી લડવાનો છે તેવી પોતે જાહેરાતો કરી રહ્યો છે. ત્યારે મંગળવારે જામનગરના ધ્રોલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતે આવી પહોંચતા હાર્દિક પટેલનો વિરોધ કરયો હતો. રસ્તાઓ પર હાર્દિક ગદ્દાર.. કેમ? તેના કારણો દર્શાવતા બેનરો લાગ્યા હતા.

'હાર્દિક' વિરોધ:જામનગર લોકસભાની સીટ ૫ર કોંગ્રેસમાંથી હાર્દિક પટેલ દાવેદાર હોવાનું ચર્ચાય રહ્યું છે. સાથો સાથ હાર્દિકે જામનગર પંથકમાં કાર્યકર્તાઓ સાથેનો મુલાકાતોનો દૌર પણ શરૂ કરી દીધો છે. ધ્રોલ તાલુકાના કોંગ્રેસના કાર્યકરોની શુભેચ્છા મુલાકાતે બુધવારે આવી પહોંચતા ધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર હાર્દિક પટેલ વિરુધ્ધનાં બેનરો લાગ્યા હતા. જયારે માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન રસિકભાઇ ભંડેરી, જયેન્દ્રભાઇ મુંગરા, શૈલેષભાઇ ભંડેરી, દિવ્યેશભાઇ અકબરી સહિતના પાટીદાર કાર્યકરોએ ધ્રોલ યાર્ડ પાસે હાર્દિક પટેલ વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.

ફોટો - http://v.duta.us/Mr1yJgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fhlUtgAA

📲 Get Rajkot News on Whatsapp 💬