[rajkot] - હળવા ફૂલ / બોર્ડની પરીક્ષા પૂર્ણ, વાલીઓના પલ્સ અને બ્લડપ્રેસર થયા નોર્મલ

  |   Rajkotnews

દિવ્ય ભાસ્કરે તબીબોને સાથે રાખી શાળાઓ બહાર પેપર પૂર્ણ થવાની રાહ જોઈ રહેલા વાલીઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું

છેલ્લા 13 દિવસથી સંતાનોની પરીક્ષા માટે આધિ-વ્યાધિ અને ઉપાધિ કરનાર માતા-પિતાના ચહેરા પરથી ચિંતાની રેખા ગાયબ

રાજકોટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10 અને 12ની પરીક્ષાનું મંગળવારે છેલ્લું પેપર લેવાયું હતું ત્યારે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ડોક્ટર સહિતની મેડિકલ ટીમની મદદથી વાલીઓની શારીરિક સ્થિતિ કેવી છે તેની પંચાયત ચોકમાં આવેલી જી.કે.ધોળકિયા સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર તપાસણી કરવામાં આવી હતી.

વાલીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી

જેમાં ‘હાશ....બોર્ડની પરીક્ષા પૂરી’ જેવી લાગણી વાલીઓએ વ્યક્ત કરી હતી અને તબીબી તપાસણી દરમિયાન તમામ વાલીઓના બ્લડ પ્રેસર અને પલ્સ ખૂબ જ નોર્મલ આવ્યા હતા. પરીક્ષાની શરૂઆતમાં તેમના ચહેરા પર દેખાતી ચિંતાની રેખાઓ ગાયબ થઇ ગઇ હતી અને તેની સામે એક મોટો જંગ જિત્યા બાદ અનુભવાતી હળવાશની લાગણી તેમના ચહેરા પર દૃશ્યમાન થતી હતી. બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓની પણ કસોટી જાણે-અજાણે થઇ જતી હોય છે. સંતાનોની ચિંતામાં આખું વર્ષ વાલીઓ તેમના તમામ શોખ જેવા હરવા-ફરવા જવું, કુટુંબમાં યોજાતા પ્રસંગોમાં ભાગ લેવો, હોટેલમાં જવું, ટૂર કરવી, ફિલ્મ જોવી સહિતના કાર્યક્રમો પર બ્રેક મારી દેતા હોય છે. પરંતુ પરીક્ષાના છેલ્લા દિવસે વાલીઓએ રાહત અનુભવી હતી. પ્રગતિ હોસ્પિટલના ડો.વિશાલ વિસાણી અને સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેરામેડિકલ સ્ટાફ જે.બી.વેકરિયા અને બી.પી.રાઠોડની મદદથી વાલીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/H1QNnQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/aHBUugAA

📲 Get Rajkot News on Whatsapp 💬