[vadodara] - સાવચેતી / હોળી-ધૂળેટીએ વડોદરા પાસેથી પસાર થતી મહીસાગર અને નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ

  |   Vadodaranews

વડોદરા જિલ્લા કલેક્ટરે દુર્ઘટના ટાળવા માટે પ્રતિબંધ લગાવ્યો

મહી અને નર્મદા નદીમાં ધૂળેટીએ અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે

વડોદરાઃ હોળી-ધુળેટીએ મહીસાગર અને નર્મદા નદીમાં નાહવા જતાં દુર્ઘટનાઓ બનતી હોવાથી કલેક્ટરે લાંછનપુર, સિંધરોટ ચેકડેમ અને નારેશ્વર ખાતે બંને દિવસ નાહવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને રસ્તા પર જતાં વાહનોને રોકીને હોળીના પૈસા ઉઘરાવતા લોકો સામે પણ પગલાં ભરવા જાહેરનામું બહાર પાડ્યું છે.

હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહીની તાકીદ

1.વડોદરા જિલ્લાના સાવલીના લાંછનપુર ખાતે મહીસાગર નદીના પટ, સિંધરોટ ચેકડેમ, શિનોરના દિવેરમઢી નર્મદા નદી પટ અને કરજણ નજીક નારેશ્વર ખાતે પાણીમાં નાહવા જવાથી ડૂબી જવાની ઘટનાઓ અગાઉ બની હોવાથી જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે હોળી-ધુળેટીના દિવસે આ તમામ જગ્યાઓ પર દુર્ઘટના ટાળવા માટે નાહવા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમણે આ અંગે જાહેરનામું બહાર પાડી હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની તાકીદ કરી છે....

ફોટો - http://v.duta.us/BJ49ugAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zKxdvAAA

📲 Get Vadodara News on Whatsapp 💬