[amreli] - અમરેલી નજીક કાર અને બાઇકની ટક્કરમાં સા.કુંડલાનાં આધેડનું મોત

  |   Amrelinews

સાવરકુંડલાના એક આધેડ પોતાનું મોટર સાયકલ લઇ અમરેલીથી ધારી તરફ જઇ રહ્યા હતા ત્યારે બાલાજી મંદિર નજીક એક કાર ચાલકે અકસ્માત સર્જતા ગંભીર ઇજા થવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો.

જીવલેણ અકસ્માતની આ ઘટના અમરેલી-ધારી રોડ પર બાલાજી મંદિર અને ખીજડીયાના પાટીયા વચ્ચે ગઇકાલે બપોરે એકાદ વાગ્યાના સુમારે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર સાવરકુંડલામાં અંબિકા સોસાયટીમાં રહેતા મનસુખનાથ નાથજી (ઉ.વ. 55) નામના આધેડને ધારી ખાતે તેમના સબંધીને ત્યાં કામ હોય પોતાનું બાઇક નં. જી જે 04 એલ 63 લઇ સાવરકુંડલાથી અમરેલી આવ્યા હતાં અને અમરેલીથી બપોરના સમયે ધારી તરફ જઇ રહ્યા હતા ત્યારે બાલાજી મંદિરથી થોડે આગળ સામેથી આવી રહેલી મારૂતી અલ્ટો ગાડી નં. જી જે 12 એકે 6634 ના ચાલકે અકસ્માત સર્જયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lGCcrgAA

📲 Get Amreli News on Whatsapp 💬