[bhavnagar] - મહામુશ્કેલીએ મહુવાના જંગલ વિભાગે દિપડાને પુર્યો પાંજરામાં

  |   Bhavnagarnews

મહુવા તાલુકાના માલપરા ગામે ગત તા.11/2 નાં રોજ દિપડાએ માત્ર 3 વરસના બાળક મોહિત લાલભાઇ રાદડીયાને ઘરમા઼થી ઉઠાવી લઇ જઇ તેને ફાડી ખાઘો હતો.અને વન વિભાગ દ્વારા તેના પરિવારજનોને તાત્કાલીક રૂ.4 લાખનુ વળતર આવેલ.તેમજ લીલવણ ગામે વલંતબેન સંજયભાઇ શિયાળ ( ઉ.વ.38 ) પોતાના ખેતરમાં કામ કરતા હતા.ત્યારે દિપડાએ તેમના પર હુમલો કરી ઇજા કરી નાસી ગયો હતો.આ દિપડાને પકડવા મહુવા વન વિભાગે અથાગ પ્રયત્નો હાથ ધર્યા હતા.અને 20 દિવસ બાદ અંતે આ દિપડાને પીંજરામા પુરવામા વન વિભાગ સફળ રહયુ હતુ.

સીમ-ખેતરમા જવાનુ બંધ કર્યુ હતુ.ખેતરમા ઉભા મોલ સુકાય ગયા હતા.ત્યારે વન વિભાગે દિપડાને પકડવાનુ ગાણુ ગાયુ હતુ. અને આ દિપડો પકડાયો હતો.જેને આગળના પરીક્ષણ માટે એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવામાં આવેલ છે.ત્યાર પછી ઉચ્ચકક્ષાએ રીપોર્ટ થયા બાદ સુચના મુજબની આરએફઓ નોર્મલ રેન્જ મહુવા દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવશે.

ફોટો - http://v.duta.us/K5zf4AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SWaNPAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬