[gujarat] - અડાલજનાં અન્નપૂર્ણા મંદિરે પહોંચ્યા પીએમ મોદી, કેશુભાઇ પટેલનાં પગે પડી લીધા આશીર્વાદ

  |   Gujaratnews

વડાપ્રધાન મોદી અન્નપૂર્ણા મંદિર પહોંચી ગયા છે. પીએમ મોદી અહીં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે અને ખાતમુહૂર્ત કરશે. નરહરિ અમીને અહીં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતુ. તો આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. 9:45 વાગ્યે શૈક્ષણિક ભવન અને વિદ્યાર્થી ભવનનું ખાતમૂર્હુત કર્યું હતુ. 11:30 વાગ્યે વસ્ત્રાલનાં તનમન ક્રિકેટ મેદાન ખાતે શ્રમ યોગી મન ધન સ્કિમ (PM-SYM)નું લોન્ચિંગ કરશે.

કાર્યક્રમમાં ઓ.પી. કોહલી, વિજય રૂપાણી, નીતિન પટેલ, કેશુભાઇ પટેલ, પરેશ ધાનાણી અને આનંદીબેન પટેલ ઉપસ્થિત છે. પીએમ મોદીએ મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના કરી હતી અને રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું હતુ.

વિશ્વનાં પ્રથમ પંચતત્વ મંદિર શ્રીઅન્નપૂર્ણા ધામની આજે તારીખ 5 માર્ચનાં રોજ અડાલજ ખાતે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હજારો સંખ્યામાં પાટીદારો ઉપસ્થિતિ રહ્યા છે. નરેન્દ્ર મોદી કડવા અને લેઉવા પાટીદારોનાં કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદીએ ગઇકાલે ઉમિયાધામનું ભૂમિપૂજન કરીને કડવા પાટીદારોને ખુશ કર્યા તો આજે પંચતત્વ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરીને લેઉવા પાટીદારોને ખુશ કરવાનો પ્રયત્ન કરશે....

ફોટો - http://v.duta.us/_LPq4gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7t6MogAA

📲 Get gujaratnews on Whatsapp 💬