[gujarat] - અમદાવાદ: ‘તારી પત્ની સાથે ત્રણ વર્ષથી પ્રેમ છે, આડો આવીશ તો મારી નાખીશ’

  |   Gujaratnews

બોપલમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. ફોન પર વાત કરતી પત્નીને કાપડના વેપારી પતિએ અટકાવી હતી. જેથી પત્નીના પ્રેમીએ ઘરે આવી પતિને માર મારી ધમકી આપી હતી કે, તારી પત્ની સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ છે આડો આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. વેપારીને માર મારતા સોસાયટીના સેક્રેટરી વચ્ચે આવતા તેને પણ માર માર્યો હતો. બોપલ પોલીસે ગુનો નોધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બોપલ ઘુમા વિસ્તારમા રહેતા અને સ્ટેડીયમ નજીક કાપડની દુકાન ધરાવી વેપાર કરતા મૌલીન શાહ (ઉ.45) પત્ની રીના (નામ બદલેલા છે) સાથે રહે છે. ૩ માર્ચના રોજ રાત્રે સાત વાગ્યાની આસપાસ રીના કોઇના સાથે ફોન પર વાત કરતી હતી આ સમયે પતિ મૌલીને કહ્યુ કે, કોના સાથે વાત કરે છે. જેથી તેને કહ્યુ કે, મિત્ર છે શું કામ છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રિનાએ તેના પ્રેમી વિનય રાજેશ સિંધી (રહે. વસ્ત્રાપુર) ને ફોન કરી કહ્યુ કે, તુ અહી આવ મને મારા પતિ મારી સાથે ઝઘડો કરે છે....

ફોટો - http://v.duta.us/fTIQUAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/50Rj0QAA

📲 Get gujaratnews on Whatsapp 💬