[gujarat] - પીએમ મોદીએ માતા હીરાબાની લીધી મુલાકાત, આજે જાહેરસભા કરશે સંબોધિત

  |   Gujaratnews

પીએમ નદેન્દ્ર મોદી 2 દિવસનાં ગુજરાત પ્રવાસે આવેલા છે. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતુ. પીએમે મહાશિવરાત્રી નિમિત્તે ગાંધીનગર નજીકનાં ધોળેશ્વર મહાદેવનાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. તેમણે રાયસણમાં માતા હીરાબાની મુલાકાત પણ કરી હતી. આજે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે.

પીએમ મોદી સવારે 10 વાગ્યે અડાલજ પહોંચશે. તેઓ અન્નપૂર્ણા મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનું પણ ખાતમુહૂર્ત કરવાનાં છે. પીએમ મોદી જાહેરસભાને પણ સંબોધિત કરશે.

સવારે 11.30 કલાકે વસ્ત્રાલ જાહેરસભા સ્થળે પહોંચશે. ત્યારબાદ 12 વાગ્યે પીએમ શ્રમયોગી મન-ધન યોજના લોંચ કરશે અને બપોરે 1 કલાકે અમદાવાદથી ઈન્દોર એરપોર્ટ જવા રવાના થશે મોદી.

ફોટો - http://v.duta.us/sssbzQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0TJpNQAA

📲 Get gujaratnews on Whatsapp 💬