[jamnagar] - જામનગરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 966 કરોડના કાર્યોનું લોકાર્પણ

  |   Jamnagarnews

જામનગરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 966 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી વિકાસની ગતિને ઇંધણ પુરૂ પાડ્યું હતું.જામનગરના રણજીતસાગર અને રાજકોટના ન્યારી ડેમમાં નર્મદાના નીર પહોચાડવાની સૌની યોજનાનું અનાવરણ કર્યું હતું.જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રઘાનના હસ્તે વિકાસ કાર્યોના કરવામાં આવેલા લોકાર્પણ અને ખાતમૂર્હત કાર્યક્રમમાં રૂ.71.80 કરોડથી વધુ રકમથી નિમાર્ણાધિન 700 બેડની હોસ્પિટલ લોકોની આરોગ્ય સેવા માટે અર્પણ કરવામાં આવી હતી.મેડીકલ કોલેજ ખાતે રૂ.24.20 કરોડનાં ખર્ચે અદ્યતન સુવિધાયુકત તૈયાર થયેલી પી.જી. હોસ્ટેલ,જામનગરવાસીઓને પીવાનું પાણી પુરૂ પાડનાર રણજીતસાગર ડેમ નર્મદાનાં નીરથી છલોછલ ભરવાનો પ્રારંભ કરાયો હતો.જિલ્લાનાં જોડીયા ખાતે દરરોજ 10 કરોડ લીટર ખારા પાણીમાંથી મીઠું બનાવવાની ક્ષમતાવાળા ડીસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.વડાપ્રધાને રૂ.81 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા 1456 આવાસ લાભાર્થીઓને અર્પણ કર્યા હતાં.કાનાલુસ થી રાજકોટ સુધી રેલ્વે લાઇનનું રૂ.1012 કરોડના ખર્ચથી દ્વિમાર્ગીકરણ અને હમસફર ટ્રેનની જામનગરવાસીઓને ભેટ આપી હતી. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના પવિત્ર દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યાં ‘શિવ ત્યાં જીવ’ સૂત્રને સાર્થક કરતા ગરીબો, ખેડૂતો, સોશીતો, વંચિતો માટે જામનગર ખાતે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરી સાચા અર્થમાં જરૂરિયાતમંદોની સેવા કરી રહ્યા છે. 56 ઈંચની છાતી ધરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પુલવામાં થયેલા આતંકી હુમલાનો દુશ્મનોને શિવના તાંડવ સ્વરૂપની જેમ આપણી સરકાર અને સેનાએ જડબાતોડ જવાબ આપી દેશને ગૌરવ અપાવ્યું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_H7BYgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬