[jamnagar] - હાલાર બન્યું શિવમય | જામનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

  |   Jamnagarnews

જામનગર શહેરમાં પ્રાચિન અને પૌરાણિક શિવ મંદિરો મોટી સંખ્યામાં આવેલા છે. જેથી જામનગર શહેરનું નામ છોટીકાશી તરીકે ઓળખાય છે. જેમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે શહેર તથા િજલ્લામાં કરવામાં આવી હતી અને ભવ્ય શિવ શોભાયાત્રા શહેર તથા િજલ્લામાંથી ખંભાળિયા, દ્વારકા સહિતથી જુદા-જુદા માર્ગો પરથી પસાર થઇ હતી અને મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતાં.

શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા 37 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રિના દિવસે શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છેે. જેના ભાગરૂપે 38માં વર્ષે યેાજાનાર શોભાયાત્રામાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત 25 જેટલા ચલિત ફલોટસ આકર્ષણનું કેન્દ્ર રહયા હતાં અને શિવજીને સુવર્ણ અલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા હતાં. શોભાયાત્રામાં સ્થાન પામતી શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ સોમવારને મહાશિવરાત્રિના દિવસે સવારના 10 થી 12 શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાયું. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાનશ્રી ની પુજા શહેરના 11 દંપતીઓ દ્વારા કરાઇ હતી. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ પાલખીનું પૂજન - અર્ચન - દર્શન કર્યા હતાં. બપોરના ત્રણ વાગ્યે પાલખી સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરાઇ હતી અને સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાડા ત્રણ વાગ્યે નાગેશ્વર વિસ્તારમાં આવેલ પૌરાણિક સુપ્રસિદ્ધ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્સ હાઇસ્કૂલ, હેડ પોસ્ટ ઓફિસ, ચાંદીબજાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉન હોલ થઇ રાત્રે સાડા બાર કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પહોચી હતી અને મધ્યરાત્રિની મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી. કાર્યકમને પાર પાડવા માટે 73 યુવકોની પાલખી સમિતિના સભ્યો એક જ રંગના ધાર્મિક સુત્રોનું ચિત્રણ કરેલ એક સરખા ઝભ્ભા ધારણ કરશે અને ખભે ખેસ તથા ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કર્યુ હતું. ચાંદી મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો તમામ આ ઝભ્ભાની સાથે પિતાંબરી પણ ધારણ કરી નવ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાયા હતાં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/w1p3vgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬