[nadiad] - ખેડા જિલ્લો મહાશિવરાત્રિએ શિવમય બન્યો

  |   Nadiadnews

મહા વદ તેરસના રોજ મહાશિવરાત્રિની ઉજવણીરૂપે નડિયાદ સહિત જિલ્લાના શિવાલયોમાં વિશેષ પૂજનનું આયોજન કરાયું હતું. આ વખતે સોમવાર અને શિવરાત્રિનો સમન્વય રચાયો હોવાથી શિવમંદિરોમાં ભોળાનાથના પૂજન-અર્ચન માટે ભાવિકોની સંખ્યા વધુ હતી. શિવાલયો ઓમ નમ: શિવાય અને હર હર મહાદેવના જયઘોષથી ગૂંજી ઉઠ્યા હતા. મહાશિવરાત્રિ નિમિત્તે શિવાલયોમાં લઘુરૂદ્ર અને રાત્રે ચાર પોહરની પૂજાના આયોજનો કરાયા હતા. નડિયાદના કોલેજ રોડ પરના ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં ભોળાનાથના પૂજન માટે લાઇન લાગી હતી.

જ્યારે વાણિયાવડ પાસેના એકલિંગજી મહાદેવમાં અને માઇ મંદિરમાં આયોજિત લઘુરૂદ્ર યજ્ઞ ભાવિકોએ પૂજનનો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત મોટા મહાદેવ, છાંગેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, તથા યોગેશ્વર મહાદેવ વગેરે શિવાલયોમાં ભાવિકોએ શિવલિંગ પર દૂધ, પંચામૃત તથા પાણી અને બિલ્વીપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ વખતે મહાશિવરાત્રિના પાવન અવસરે મહાદેવજીનો મહિમાવંત સોમવાર હોવાથી ભાવિકોની ભીડ વધી હતી. મંદિરોમાં શિવમહિમ્ન સ્ત્રોત કરાયા હતા. નડિયાદ, ડાકોર, ઠાસરા તથા રઢુ સહિત વિવિધ સ્થળોએથી ત્રિલોચનનાથ શિવજીની વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. નગરચર્યાએ નીકળેલા ભોળાનાથને ભાવિકોએ અક્ષત અને ફૂલથી વધાવી દાદાના અનેરા દર્શનનો લ્હાવો લીધો હતો. શિવરાત્રિ નિમિત્તે અનેક ભાવિકોએ ઉપવાસ કરી ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો....

ફોટો - http://v.duta.us/yY02bgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/toyfKQAA

📲 Get Nadiad News on Whatsapp 💬