[rajkot] - ચોરી / ખાંભામાં ચંદન ચોર ગેંગે 60 વર્ષ જૂનાં ચંદનનાં વૃક્ષની ચોરી કરી, આરોપીઓ ફરાર

  |   Rajkotnews

ચંદનના વૃક્ષની અંદાજીત કિંમત 6-7 લાખ રૂપિયા છે

ખાંભા:ખાંભાના એક ખેડૂતની વાડીમાં 60 વર્ષ જુના ચંદનના વૃક્ષની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. 2 દિવસ પહેલા કેટલાક શખ્સોએ વાડીમાં ઘુસીને ઓટોમેટિક કટર દ્વારા વૃક્ષને કટ કરી ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા. હાલ ખેડૂતે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

2 દિવસ પહેલા ચંદનના વૃક્ષની ચોરી

1.ઘટનાની વિગત અનુસાર ખાંભાના એક ખેડૂત નંદલાલ વરિયાએ 60 વર્ષ પહેલા ચંદનનો છોડ વાવ્યો હતો. જે વૃક્ષ અત્યારે ઘટાદાર બની ગયું હતું. હાલ ચંદનના ઝાડની બજાર કિંમત આશરે 6-7 લાખ રૂપિયા આસપાસ હતી અને તે આ ઝાડને વેચવા માંગતા ન હતાં. ત્યારે કેટલાક શખ્સોએ 2 દિવસ પહેલા વાડીમાં રહેલા ચંદનના ઝાડને ઓટોમેટિક કટર દ્વારા કટ કરી ચોરી કરીને લઈ ગયા હતા. જેથી ખેડૂતે સમગ્ર ઘટનાની ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જેથી પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે....

ફોટો - http://v.duta.us/pFNX2wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QwmYzAAA

📲 Get Rajkot News on Whatsapp 💬