[vadodara] - ખુલાસો / પીએમ મોદીના જીવન પર આધારિત વેબ સિરીઝના શૂટિંગ માટે રેલવે કોચ સળગાવાયો?, મેકર્સે વાતને નકારી

  |   Vadodaranews

ગોધરાકાંડનો પ્રસંગ દેખાડવા ટ્રેન કોચ સળગાવાયો હોવાની ચર્ચા

શૂટિંગ વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે ચાલી રહ્યું હતું

રેલવે વિભાગે કહ્યું, શૂટિંગ માટે બિનઉપયોગી મોકડ્રીલ બોગી અપાઈ હતી અને તેની ફી પણ વસૂલવામાં આવી

મેકર્સે જણાવ્યું, રેલવેએ જે સ્થિતિમાં કોચ આપ્યો હતો તે જ હાલતમાં પરત કર્યો, આગનો સીન સ્પેશિયલ ઈફેક્ટ દ્વારા ઉમેરવામાં આવશે

બોલિવૂડ ડેસ્ક: હાલ ઉમેશ શુક્લા નિર્દેશિત પીએમ મોદીના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી વેબ સિરીઝનું શૂટિંગ ચાલી રહ્યું છે. સ્વાભાવિક રીતે આ સિરીઝમાં ગોધરાકાંડનો પ્રસંગ પણ હોય જ. તેનું શૂટિંગ રવિવારે વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે ચાલી રહ્યું હતું. આ માટે રેલવેએ શૂટિંગ ક્રૂને વપરાશમાં ન લેવાતો ટ્રેનનો એક કોચ ભાડે આપ્યો હતો. પરંતુ શૂટિંગની સાથે જ એવી વાતો પણ વહેતી થઈ કે સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર S-6ને સળગાવવાના પ્રસંગના શૂટ માટે આ રેલવે કોચને પણ આગ ચાંપવામાં આવી છે. જોકે આ અહેવાલોને પછીથી રેલવે વિભાગ દ્વારા નકારવામાં આવ્યા હતા. વડોદરા રેલવે ડીવિઝનના પ્રવક્તા ખેમરાજ મીણાએ ચોખવટ કરતાં જણાવ્યું કે, શૂટિંગ માટે કોચ સળગાવવામાં આવ્યો જ નથી....

ફોટો - http://v.duta.us/jew0ugAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tFpxWwAA

📲 Get Vadodara News on Whatsapp 💬