[vadodara] - હોસ્ટેલ બિલ્ડિંગમાં ત્રીજો માળ બનાવીને 150 રૂમો વધારાશે

  |   Vadodaranews

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અત્યારે 14 હોસ્ટેલોમાં 4 હજાર જેટલા વિદ્યાર્થીઓ રહે છે. યુનિ. હોસ્ટેલ કેમ્પસમાં આવેલ બિલ્ડિંગોમાં ત્રીજો માળ વધારીને 150 જેટલા નવીન રૂમો બનાવી શકાય તે માટે બિલ્ડિંગોનો સ્ટ્રકચરલ સરવે હાથ ધરવામાં આવશે.

યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલોમાં 600 જેટલા વિદ્યાર્થીઓ વધારે શમાવી શકાય તે માટે નવા શૈક્ષણિક સત્ર પહેલા કેપેસિટી વધારવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટી સ્તરની એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. બોયઝ હોસ્ટેલમાં હાલમાં 12 હોલ આવેલા છે જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં 4 હોલ આવેલા છે. કુલ 16 હોલોમાં 4 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. હોસ્ટેલના હયાત સ્ટ્રકચરમાં નવા બીમ નાખીને પાયો મજબૂત કરીને વધારોનો માળ ખેંચી શકાય તેમ છે કે નહિ તે અંગેની શકયતાઓ તપાસવામાં આવશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SQs1FgAA

📲 Get Vadodara News on Whatsapp 💬