[anand] - જિલ્લાના 300થી વધુ સંઘ પગપાળા પાવાગઢ રવાના

  |   Anandnews

ચૈત્ર માસમાં પાવાગઢની મહાકાળીના દર્શનનો મહિમા છે. આણંદ જિલ્લામાંથી દર વર્ષે ચૈત્ર માસમાં રથ લઇને 300થી વધુ નાના-મોટા સંઘો રવાના થાય છે. જેના પગલે છેલ્લા ચારેક દિવસથી જિલ્લામાંથી પાવાગઢ તરફ જતાં માર્ગો પર અવાર-નવાર પગપાળા સંઘ રથ સાથે જોવા મળે છે. આણંદ શહેરના માર્ગો પરથી દરરોજ પાંચથી વધુ સંઘો પસાર થાય છે. જેના કારણે આણંદના માર્ગો પણ માતાજીની આરાધનાથી ગુંજી ઉઠે છે.

આણંદ જિલ્લાની જનતા ચૈત્ર માસમાં માતાજીની આરાધના માટે પાવાગઢ અને ભાવનગર મોટી સંખ્યામાં જાય છે. ખાસ કરીને લોકોએ જુદી-જુદી માનતા માની હોય છે. અને રથ લઇને સંઘ સાથે પાવાગઢ ચાલીને જાય છે. માનતા પુરી કરે છે. જેને કારણે ચૈત્ર માસમાં પાવાગઢ તરફ વધુ સંઘો જતા જોવા મળે છે. ..અનુસંધાન પેજ 3 પર

ફોટો - http://v.duta.us/P9lOaAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/W_0hVgAA

📲 Get Anand News on Whatsapp 💬