[bhavnagar] - ભાવનગરના વેપારીઓના માલ સાથે નડિયાદમાંથી ચોર ઝડપાયો

  |   Bhavnagarnews

ખેડા પોલીસે ભાવનગર માંથી લોકોની સાથે વિશ્વાસધાત કરી માલચોરનાર શખ્સને ઝડપી લીધો છે.

ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, શહેરના ખેમચંદ ઠાકોરદાસ લાલવાણી (સિંધી) (રહે.જયઅંબે નગર, પાણીની ટાંકીની પાસે, કપડવંજ રોડ, નડિયાદ) ની ગુરૂકૃપા ઝેરોક્ષ નામની દુકાનમાં અલગ અલગ કંપનીના પંખા વાયર મળી કુલ રૂ.12,59,700 નો માલ પડ્યો છે.

જેની તપાસ દરમિયાન ખેમચંદ લાલવાણી આર્થિક રીતે એટલા સધ્ધર ન હોવાથી આ માલ મામલે શંકાના આધારે સ્થાનિક ગુના શોધક શાખાએ તપાસ કરી, ખેમચંદ લાલવાણીની પૂછપરછ કરતાં તેણે આ માલ એક મહિના પહેલા વિનોદ પટેલ (હાલ રહે. ઉત્તરસંડા, મૂળ રહે.ભાવનગર) નો મૂકી ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી તપાસ કરતાં આ માલ ભાવનગરના ભરતનગર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયાનું માલુમ પડતાં આ મામલે ભાવનગર પોલીસને જાણ કરી, આરોપીને સોંપવામાં આવ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/x4kQaQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬