[gujarat] - અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો મામલો HCમાં થયેલી અરજી પરત ખેંચાઈ

  |   Gujaratnews

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હીતની અરજી સંબંધિત ઓથોરીટી સમક્ષ રજૂઆત કરવાના ગ્રાઉન્ડ પર પરત ખેંચી લેવામાં આવી છે. જો કે હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, ભવિષ્યમાં જરુર જણાય તો અરજદારને મુદ્દો રજૂ કરવાની છૂટ છે.

હાઇકોર્ટમાં કરાયેલી રીટ અરજીમાં એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે, અમદાવાદ શહેરનું નામ તેમાં રહેતાં લાખો નાગરિકોની ઓળખ છે. એહમદ શાહે શહેરની સ્થાપના કરી ત્યારબાદ 600 વર્ષો સુધી આ નામ તેના નાગરિકોની સાંસ્કૃતિક અસ્મિતા અને ઓળખનું અભિન્ન અંગ બની રહ્યું છે. આ હકીકત ખુદ રાજય સરકાર દ્રારા યુનેસ્કો સમક્ષ આપવામાં આવેલા ડોઝીયરના આધારે જ શહેરને વર્લ્ડ હેરિટેજ સીટનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી અમદાવાદના નામને જ ઐતિહાસિક ધરોહરની જેમ કાયમ માટે સંરક્ષણ આપવામાં આવે તેવી દાદ માંગી હતી....

ફોટો - http://v.duta.us/sUeRsgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bZNYtgAA

📲 Get gujaratnews on Whatsapp 💬