[gujarat] - ‘અમારા સત્તા લાલચુ ધારાસભ્ય કોંગ્રેસના મતોમાં ગાબડુ પડે તે માટે પ્રચાર કરશે’

  |   Gujaratnews

કોંગ્રેસના સત્તાલાલચુ ધારાસભ્યે કોંગીના તમામ પદોથી રાજીનામું આપ્યું છે પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી. પોતાની અને સેનાની સાથે વિશ્વાસઘાત થયો, સન્માન નથી મળ્યો તેવી વાતો કરે છે પરંતુ કોંગ્રેસે તેને રાષ્ટ્રીય કક્ષાએ ચમકવા તક આપી, બિહારનો પ્રભારી બનાવ્યો. લોકસભાની તમામ ચૂંટણીલક્ષી કમિટીમાં સ્થાન આપ્યું. વિધાનસભામાં તેના માગ્યા મુજબની સાત જેટલી ટિકિટો આપી હતી. ધારાસભ્ય પદેથી રાજીનામું નહિ આપીને પણ સત્તા લાલસા બતાવી છે તેમ ઠાકોર સમાજના જ અગ્રણીઓ કહે છે.

બનાસકાંઠા-ઊંઝામાં પ્રચાર કરીશ

રાધનપુરના કોંગ્રેસના લાલચુ ધારાસભ્ય અલ્પેશે બનાસકાંઠા લોકસભા અને ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં સેનાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર કરીશ તેમ જણાવ્યું છે. જોકે કોંગ્રેસ અને સેનાના જ લોકો કહી રહ્યા છે કે, અમારા સત્તા લાલચુ ધારાસભ્ય કોંગ્રેસના મતોમાં ગાબડુ પડે તે માટે પ્રચાર કરશે....

ફોટો - http://v.duta.us/Rkb2CwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Lxp75QEA

📲 Get gujaratnews on Whatsapp 💬