[gujarat] - ગુજરાતના રાજકરણમાં ગરમાવો, અલ્પેશ ઠાકોર બાદ વધુ બે ધારાસભ્યોનું કોંગ્રેસને ‘સાયોનારા’?

  |   Gujaratnews

ઠાકોર સમાજના નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બાદ કોંગ્રેસના વધુ બે કમરતોડ ઝાટકા લાગી શકે છે. ધવલસિંહ ઝાલા અને ભરત સિંહે રાજીનામાં ધરી દીધાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો આ વાત સાચી હોય તો માત્ર ગણતરીની મિનિટોમાં કોંગ્રેસને ઉપરા છાપરી બીજા બે ઝાટકા લાગી શકે છે. આ ત્રણેય ધારાસભ્યોના એક જ દિવસે પડેલા રાજીનામાની ચર્ચા હતી. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમાવો આવી ગયો છે.

પહેલા ઠાકોર સમાજના અગ્રણી અને બનાસકાંઠાના ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટી પર લોકસભાની સીટોનો સોદો કરવાનો આરોપ અને તેમને પાર્ટીમાં સન્માન નહી મળવાની વાતને વેગ આપતા સોશિયલ મીડિયા થકી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતું ત્યાં જ થોડીક જ ક્ષણોમાં કોંગ્રેસ પાર્ટીને બીજા બે ઝાટકા મળી શકે છે?. તમને જણાવી દઇએ કે, ધવલસિંહ ઝાલા બાયડ વિધાનસભાના ધારાસભ્ય છે. ત્યાં જ ભરત સિંહ બેચરાજીના ધારસભ્ય છે. આમ એક જ દિવસમાં ત્રણ ધારાસભ્યોના રાજીનામાંથી કોંગ્રેસમાં સપાટો બોલી જવા પામ્યો છે....

ફોટો - http://v.duta.us/JoGsegAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Y8bN6gAA

📲 Get gujaratnews on Whatsapp 💬