[gujarat] - રાહુલ ગાંધી 15મી એપ્રિલ ઉપરાંત 19મીએ પણ ગુજરાત આવશે, આ જગ્યાએ સભા ગજવશે

  |   Gujaratnews

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી લોકસભાના ચૂંટણી પ્રચાર માટે 18મી એપ્રિલે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અંબાજી મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. પ્રિયંકા ગાંધી જનસભા સંબોધશે કે પછી રોડ શો કરશે તે હજુ નક્કી થયું નથી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ૧૫મી એપ્રિલે રાજુલામાં તો 19મી એપ્રિલે પણ બારડોલી, દાહોદ અને સિધ્ધપુરમાં જાહેરસભા ગજવશે.

કોંગ્રેસના સૂત્રો કહે છે કે, અમદાવાદની મુલાકાત બાદ પ્રિયંકા ગાંધી હવે ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. 18મીએ અંબાજી મંદિરે દર્શન કરી પ્રિયંકા કોંગ્રેસ માટે પ્રચાર કરશે. પ્રિયંકાનો ડિટેઈલ કાર્યક્રમ હજુ ફાઈનલ થયો નથી. મહત્ત્વનું છે કે, પ્રિયંકાના દાદી ઈન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરે આવ્યાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વધુ એક નવો ગુજરાત કાર્યક્રમ નક્કી થયો છે, જેમાં તેઓ 19મી એપ્રિલે બારડોલી, દાહોદ અને સિદ્ધપુરમાં જાહેરસભાઓ ગજવશે. રાહુલ ગાંધી એક જ દિવસમાં ત્રણ જાહેર સભાઓ ગજવશે. ત્રણેય સભા માટે ચોક્કસ સ્થળ માટે કોંગ્રેસે કામ શરૃ કરી દીધું છે. જ્યારે 15મી એપ્રિલે રાજુલા નજીક જાહેરસભા પણ યોજાવાની છે. આ સભા અમરેલી, ભાવનગર અને જૂનાગઢ એમ ત્રણ બેઠકો ઉપર અસર કરે તેમ છે. રાહુલ ગાંધી ગુજરાતમાં કુલ ચાર જાહેરસભાઓ ગજવશે. પ્રદેશ કોંગ્રેસે હાઈકમાન્ડને આમંત્રણ મોકલાવ્યું ત્યારે વધુમાં વધુ પાંચ જાહેરસભાઓ યોજાય તે માટે અનુરોધ કર્યો હતો. આખરે રાહુલ લોકસભાના ચૂંટણી પ્રચાર માટે કુલ ચાર સભા ગજવશે....

ફોટો - http://v.duta.us/ZjydlQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_e4vQwAA

📲 Get gujaratnews on Whatsapp 💬