[himatnagar] - છેતરપિંડી / એકના ડબલની લાલચમાં હિંમતનગરના પિતા-પુત્રે 11.51 લાખ ગુમાવ્યા

  |   Himatnagarnews

ઇડરના ડુંગરી ગામના પિતા-પુત્ર છેતરાયા, રૂ.30 લાખ લેવાની લાલચમાં મળ્યા માત્ર રૂ. 400ૉ

શેરપુરના બે અને વડનગરના બે શખ્સોએ લાલચ આપી હતી

અમારી પાસે કેમિકલ છે તમે જેટલા આપશો અઢી ગણા પરત આપીશું કહી છેતર્યા

હિંમતનગર-વડનગર: ઇડર તાલુકાના શેરપુર ગામના બે શખ્સોએ ડુંગરી ગામના પિતા-પુત્રને વડનગરના બે શખ્સો સાથે મલાવી એકના ડબલ કરાવી આપવાની લાલચ આપી રૂ.11.51 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ જાદર પોલીસ મથકે નોંધાયો છે. રૂ.30 લાખની લ્હાયમાં નોટોના બંડલ ભરેલું બોક્સ ખોલતાં તેમાંથી રૂ.100ની ચાર નોટો નીકળી હતી. બાકીના કોરા કાગળ હોઇ પિતા-પુત્રના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી.

ડુંગરી ગામના નિમેશ જયંતિલાલ પટેલ શેરપુર ગામના ગોપાલ મોહનભાઇ વણકર (કાપડીયા) અને તેના વર્મા નામના મિત્રના પરિચયમાં આવ્યા હતા. 25 માર્ચના રોજ ગોપાલ કાપડીયાએ વાત કરી હતી કે વડનગરના પિયુષ ઠાકોર અને નિકુલ ઠાકોર સાથે મારે ઓળખાણ છે અને તેઓ એના ડબલ કરી આપે છે. આથી નિમેશ પટેલ ઇડર ગયા હતા અને ગોપાલ કાપડીયા તથા વર્મા નામના શખ્સ સાથે વડનગર જઇ અને તળાવ નજીકના રસ્તે થઇ એક ખેતરની ઓરડીમાં પહોંચ્યા હતા. જ્યાં આ બંને શખ્સો કાગળના બંડલ પ્રવાહી ભરેલા ત્રણ તગારામાં નાખી તેમાંથી રૂ.200, રૂ.100, રૂ.50 અને રૂ.20 ની નોટો બનાવી સૂકવી રહ્યા હતા....

ફોટો - http://v.duta.us/Dg6eDwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7QclfwAA

📲 Get Himatnagar News on Whatsapp 💬