[gujarat] - આણંદને છોટાઉદેપુર લોકસભા બેઠકો ઉપર ભાજપને આઈડેન્ટિટી ક્રાઇસિસનું નડતર

  |   Gujaratnews

મધ્ય ગુજરાતની આણંદ અને છોટાઉદેપુર લોકસભા બેઠકો ઉપર ભાજપે આ વખતે બદલેલાં ઉમેદવારો મીતેશ પટેલ તથા ગીતાબહેન રાઠવાને આઈડેન્ટિટી ક્રાઇસિસનો મોટો પ્રશ્ન નડી રહ્યો છે. ભાજપના નાના-મોટા કાર્યકરો ખાનગીમાં કબૂલે છે કે, ભાજપના મોવડીઓ ઉમેદવારોની પસંદગીમાં ગોથું ખાઈ ગયા છે.

એન્ટિ ઈન્કમબન્સી ખાળવા માટે ભાજપે ઉતારેલા ઉમેદવારો મોટા ભાગે નાના ટોળાંમાં ફરી પ્રચાર કરે છે. ડી.જે.પાર્ટીના ટેમ્પાને સાથે રાખી ચાર-પાંચ ગાડીઓમાં ગામડાં ખૂંદતાં ગીતાબહેનના નાના ટોળાંમાં ક્વાંટ સિવાયના કાર્યકરો શોધ્યાં જડતાં નથી. આનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવારો ભરતસિંહ સોલંકી તથા રણજિતસિંહ રાઠવાને મળી રહ્યો છે. આણંદના દલિત કાર્યકર દિનેશભાઈ કહે છે કે, ગામડામાં દલિતો, ખ્રિસ્તીઓ અને આદિવાસીઓ માટે બે દિવસ પહેલાં જ ભરતસિંહે યોજેલા મેળાવડામાં ઊમટેલા મોટા સમુદાયથી કોંગ્રેસ માટે અહીં સારું વાતાવરણ સ્પષ્ટ છે....

ફોટો - http://v.duta.us/2JFZ1gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4k0N_AAA

📲 Get gujaratnews on Whatsapp 💬