[gujarat] - ભરઉનાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ, રાજકોટ, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ

  |   Gujaratnews

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આગામી 48 કલાક સુધી રાજ્યભરમાં વાતાવરણ વાદળછાયું રહેલું છે. તો હાલ મળી રહેલા અહેવાલ મુજબ, ગુજરાતના અમુક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

હાલ રાજકોટના વાતવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ધૂળની ડમરીઓ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો પડઘરીમાં ધીમેધારે વરસાદ સાથે કરા પડી રહ્યા છે. કમોસમી વરસાદથી દેશનો ‘તાત’ ચિંતામાં પડ્યો છે. રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં ખેડૂતોનો ઘઉં સહિતના પાકમાં નુકશાનની ભીતિ વર્તાઇ રહી છે.

આજે બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જોડિયા, મોરબી, પડધરી સહિતના વિસ્તારોમાં ગાજવીજ, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદથી ઉનાળું પાક તલ, બાજરીને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે....

ફોટો - http://v.duta.us/GFMm7gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4LKBwgAA

📲 Get gujaratnews on Whatsapp 💬