[gujarat] - રાજ્યમાં વિજળીનાં કડાકા-ભડાકા વચ્ચે કરા સાથે વરસાદ, 7 લોકોનો લીધો ભોગ

  |   Gujaratnews

રાજ્યમાં અનેક જગ્યાએ ભરઉનાળે વરસાદનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ, પાટણ, કચ્છ, અમદાવાદ, સાબારકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર સહિતનાં વિસ્તોરામાં કમોસમી વરસાદ પડ્યો છે. કેટલાક ઠેકાણે કરા પણ પડ્યા હતા. તો વરસાદી છાંટા સાથે જોરદાર પવન અને ધૂળની ડમરીઓ પણ ફૂંકાઇ હતી. જો કે બદલાયેલા વાતાવરણનાં કારણે રાજ્યમાં 4 લોકોનાં મોત પણ થયા છે. વિજાપુર, વિરમગામ, મહેસાણા અને પડધરીમાં 7 લોકોનાં મોત થયા છે.

રાજ્યમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ, ત્યારબાદ ધૂળની ડમરીઓ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક ઠેકાણે ભયંકર વિજળીનાં ગડગડાટ થયા હતા. આવા જોખમી વાતાવરણે રાજ્યમાં 4 લોકોનો ભોગ લીધો છે. વિરમગામનાં વાંસવામાં વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે તો પડધરીમાં એક મહિલા ઝાડ નીચે દટાઈ ગઇ હોવાથી તેનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે મહિલા ઝાડ નીચે જમવા માટે બેઠી હતી. તો મોરબીમાં પણ વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે. આ ઉપરાંત વિજાપુરનાં માલોસણામાં અને ઊંઝા નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે....

ફોટો - http://v.duta.us/oCnbAwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kEQG-wAA

📲 Get gujaratnews on Whatsapp 💬