[rajkot] - વાતાવરણ / સૌરાષ્ટ્રમાં વહેલી સવારે કમોસમી વરસાદ, સમુદ્રમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

  |   Rajkotnews

1000થી વધુ બોટ સમુદ્રમાં, માછીમારોને 18 તારીખ સુધી એલર્ટ રહેવા સુચના અપાઈ

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સોમવારે અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા તો આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અમી છાંટણા થયા હતા. ગુજરાતભરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવા લાગ્યા છે અને ઠંડા પવનો હોવાથી ઠંડકભર્યું વાતવરણ પ્રસરી ઉઠ્યું છે. હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં માછીમારી કરવા ગયેલ માછીમારોને પણ એલર્ટ રહેવાની સુચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. માછીમારોને 18 એપ્રિલ સુધી એલર્ટની સુચના અપાઈ છે....

ફોટો - http://v.duta.us/tqmGxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-QfYlwAA

📲 Get Rajkot News on Whatsapp 💬