[vadodara] - ભાસ્કર વિશેષ / વડોદરામાં લોકકલાનું ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનાવાશે

  |   Vadodaranews

ઇન્ટરનેશનલ ફોક આર્ટના પ્રચાર-પ્રસાર માટેની કોન્ફરન્સમાં વડોદરાના ડો. પારુલ શાહે પ્રેઝેન્ટેશન આપ્યું

વડોદરા : લોકકલાઓના વિવિધ પાસાંઓનો અભ્યાસ કરીતેને વૈશ્વિક બનાવવા માટેનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસ કરતી સંસ્થા ઇન્ટરનેશનલ ફોકઆર્ટની શારજહા ખાતે 1થી 3 એપ્રિલ યોજાયેલી કોન્ફરન્સમાં એમએસયુની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસના પૂર્વ મહિલા ડીન પ્રો. પારુલ શાહે એક પેપર-પ્રેઝેન્ટેશન આપ્યું હતું.

આ પ્રેઝેન્ટેશનમાં તેમણે લોકકલાના પ્રચાર પ્રસાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનાવવાનો આઇડિયા આપ્યો હતો. તેમના આ વિચારે તમામ દેશોએ એકમતે વધાવી લેતા હવે આગામી સમયમાં ભારત સહિત 75 દેશોમાં તેમની સ્થાનિક લોકકલાઓનું વર્ચ્યુઅલ મ્યુઝિયમ તૈયાર કરાશે. આ માટેના પ્રોજેક્ટ માટેની તૈયારીઓ શરૂ કરાઇ છે. પ્રો. પારુલ શાહે જણાવ્યું કે, ‘ વર્ચ્યુઅલ મ્યુઝિયમમાં લોક કળાઓના તમામ દેશોના સ્થાનિક નૃત્ય,ચિત્ર, શિલ્પ કલા ઉપરાંત ભરતગુંથણ, ખાણીપીણી, રાંધણકલાઓ, સાહિત્યને પણ આવરી લેવાયા છે....

ફોટો - http://v.duta.us/Iq09TwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xanSpQAA

📲 Get Vadodara News on Whatsapp 💬