[ahmedabad] - અમદાવાદ / 3 માસમાં 1500 જામીન અરજીનો નિકાલ, જજે કહ્યું, સ્ટાફ-પોલીસનો આભાર

  |   Ahmedabadnews

સેશન્સ જજે જામીન અરજીઓના ઝડપી નિકાલ બદલ પોલીસ, વકીલો, કોર્ટના સ્ટાફને બોલાવીને તેમનો આભાર માન્યો

આ કામ મારા એકલાથી ન થઈ શકે: જજ એસ. કે. પટેલ

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જામીન અરજીઓનો નિકાલ કરાયો

અમદાવાદ: સેશન્સ કોર્ટમાં ત્રણ મહિનામાં જ 1500 જામીન અરજીનો ઝડપી નિકાલ થતાં સેશન્સ જજ એસ. કે. પટેલે પોલીસ, વકીલો, કોર્ટ સ્ટાફનો આભાર માનતા કહ્યું છે કે, આ ભગીરથ કાર્ય એકલા જજથી ન થઈ શકે. ઝડપી કાર્યવાહીમાં કોર્ટનો સ્ટાફ, સરકારી વકીલો, બચાવ પક્ષના વકીલો અને પોલીસનો સિંહફાળો હોવાથી હું તેમનો આભારી છું.’

સોમવારે સવારે 10.45 વાગ્યે અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં જામીન અરજીઓ હાથ ધરતી કોર્ટના જજ એસ.કે.પટેલે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ સહિતના સરકારી વકીલો અને કોર્ટના સ્ટાફને બોલાવ્યા હતાં, જેના કારણે કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો હતો. તમામ લોકો કોર્ટ રૂમમાં ઉપસ્થિત થયા ત્યારે સેશન્સ જજ એસ.કે.પટેલે ડાયસ પરથી કહ્યું કે, જામીન અરજીઓનો ઝડપી નિકાલ કરી લોકોને ઝડપી ન્યાય આપવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યા છે....

ફોટો - http://v.duta.us/tgfgSQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uUpH5gAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬