[ahmedabad] - નબળા ચોમાસાની દહેશતે એગ્રીમાં સ્ટોકિસ્ટોની એન્ટ્રી થતા તેજીની સર્કિટ

  |   Ahmedabadnews

કોમોડીટી રિપોર્ટર |અમદાવાદ દેશમાં ચાલુ વર્ષે અલનીનો ઇફેક્ટટના કારણે ચોમાસું નબળુ રહેવાના અહેવાલો મળી રહ્યાં હોવાથી આજે મોટા ભાગની એગ્રી કોમોડિટીમાં ત્રણ ટકાની તેજીની સર્કિટ લાગી હતી. નબળા ચોમાસાના કારણે ઉત્પાદન ઘટશે અને માગથી તેજી આવશે તેવા સંકતોથી હાજરમાં સ્ટોકિસ્ટોની એન્ટ્રી થતા સુધારો આવ્યો છે. ખાદ્યતેલોમાં પણ ભાવ સપાટી મજબૂત રહી હતી.

કરન્સી માર્કેટમાં ડોલર મજબૂત બને, નિકાસ માગ ખુલે તો તેજી જળવાશે

અમેરિકા તથા ઓસ્ટ્રેલિયાના હવામાન ખાતા દ્વારા અલનીનોની અસરના કારણે ભારતમાં ચોમાસું નબળુ રહેશે તેવી આગાહી કરાઇ છે જેની સામે ભારતીય હવામાન ખાતા દ્વારા અલનીનો અસર નહિં રહે અને ચોમાસું સારૂ રહેશે તેવો સંકેત દર્શાવાઇ રહ્યો છે પરંતુ અલનીનોની અસરના પોઝિટીવ અહેવાલના કારણે એગ્રી કોમોડિટીમાં સટ્ટાકિય ખરીદી ખુલતા તેજીની ચાલ જોવા મળી છે. આજે મોટા ભાગની કોમોડિટીમાં એક થી ચાર ટકા સુધીની તેજી જોવા મળી હતી. ધાણા, ચણા તથા હળદર જેવા પાકોની આવકો મોટા પાયે થઇ રહી હોવા છતાં માગના જોરે મજબૂતી રહી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GbcqkwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬