[ahmedabad] - બેદરકારી / બાવળામાં ગૂંગળામણથી 3 લોકોના મોત મામલે મૃતક કોન્ટ્રાકટર અને નગરપાલિકાના અધિકારીઓ સામે ગુનો

  |   Ahmedabadnews

ગટરમાં કાદવ જોવા એક નીચે ઉતર્યોને તેને બચાવવા કોન્ટ્રાકટર પણ અંદર ઉતર્યો હતો

અમદાવાદ: બાવળાની ડીએસસી પ્રાયમરી સ્કૂલ પાસે ગટરની સફાઈ દરમ્યાન ગૂંગળામણને કારણે કોન્ટ્રાક્ટર સહિત 3 લોકોના મોત મામલે મૃતક કોન્ટ્રાકટર સહિત બાવળા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે બેદરકારી બદલ મોતનો ગુનો નોંધાયો છે. એકને બચાવવા જતાં બીજા બે લોકો અંદર ઉતરતા તેઓના પણ મોત થયા હતાં. બાવળા પોલીસે તપાસ શરૂ કરી છે.

સાંજે મજૂરોને લઈ બાવળા આવ્યા હતા: બાવળા નગરપાલિકાની ગટરોની સાફ સફાઈની કામગીરી ક્લોલના રાકેશભાઈ પટેલે કોન્ટ્રાકટ રાખ્યો હતી. રાત્રી દરમ્યાન આ ગટરો સાફ કરવામાં આવતી હોય છે. રવિવારે સાંજે કોન્ટ્રાકટર રાકેશ પટેલ અન્ય ચાર મજૂરો સાથે ક્લોલથી ગટરની સાફ સફાઈ માટે બાવળા ગયા હતા. ડીએસસી પ્રાયમરી સ્કૂલ પાસે જેટી મશીનથી ગટર સફાઈની કામગીરી ચાલતી હતી. દરમ્યાનમાં અમિત મકવાણા નામનો યુવક ગટરમાં કાદવ કેટલો છે તે જોવા ઉતરતા બેભાન થયો હતો જેને બચાવવા રાજુ વાળા (વાલ્મિકી) પણ ઉતર્યો હતો. બંને બેભાન થઈ જતાં કોન્ટ્રાકટર રાકેશ પટેલ અંદર ઉતર્યા હતા. જો કે તેમને પણ ગેસની અસર થતા બેભાન થઈ ગયા હતા. ગેસની અસરના કારણે ત્રણેયના મોત નીપજયાં હતા. મૃતક રાકેશ પટેલ અને બાવળા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ ગટર સફાઈ દરમ્યાન સલામતીની ધ્યાન ન રાખી બેદરકારી દાખવી હોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ફોટો - http://v.duta.us/CWdllgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/FAo7WQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬