[ahmedabad] - લોકસભા / ગુજરાત કોંગ્રેસે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યાં, નેતા વિપક્ષ ધાનાણી સહિત ત્રણ ધારાસભ્યોને ટિકિટ

  |   Ahmedabadnews

કોંગ્રેસે અત્યાર સુધીમાં જાહેર કરેલા ઉમેદવારોમાં 7 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ આપી

જામનગરમાં ભાજપના પૂનમ માડમ સામે કોંગ્રેસના મૂળૂ કંડોરિયા

ગાંધીનગરમાં અમિત શાહ સામે કોંગ્રેસના સી.જે ચાવડા

અમરેલીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપના નારણ કાછડીયા

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈ આજે વધુ 4 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં પરેશ ધાનાણી(અમરેલી),સી.જે. ચાવડા,(ગાંધીનગર), મૂળુ કંડોરિયા(જામનગર), સોમા ગાંડા પટેલ (સુરેન્દ્રનગર)નો સમાવેશ થાય છે. આજે જાહેર થયેલા ઉમેદવારોમાં સોમા ગાંડા પટેલ, પરેશ ધાનાણી અને સી.જે.ચાવડા હાલ સિટીંગ ધારાસભ્ય છે. આમ હવે કોંગ્રેસના 8 ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે.

18 ઉમેદવારોમાં 7 ધારાસભ્યોને ટિકિટ

કોંગ્રેસે અત્યાર સુધીમાં જાહેર કરેલા 18 ઉમેદવારોમાંથી કુલ 7 ધારાસભ્યોને ટિકિટ આપી છે. જેમાં રાજકોટ-લલિત કગથરા, જૂનાગઢ-પુંજા વંશ, વલસાડ-જીતુ ચૌધરી, પોરબંદર-લલિત વસોયા, અમરેલી-પરેશ ધાનાણી,સુરેન્દ્રનગર-સોમા ગાંડા પટેલ અને ગાંધીનગર-સી.જે. ચાવડાનો સમાવેશ થાય છે....

ફોટો - http://v.duta.us/9Ze93QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ZsGVYQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬