[ahmedabad] - સુનાવણી / ભૂપેન્દ્રસિંહની જીતને પડાકરતી અરજી, હાઈકોર્ટે સ્વીકાર્યું મતગણતરીમાં ગરબડ થઈ

  |   Ahmedabadnews

ગુજરાત હાઈકોર્ટેને રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ લાગી

અમદાવાદઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ લાગી છે. તેમજ ગુજરાત હાઈકોર્ટે મતગણતરી દરમિયાન ગરબડ થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. આ સિવાય કોર્ટે ધવલ જાનીને પક્ષકાર પણ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી 327 મતે વિજય થયો હતો.

પોસ્ટલ બેલેટના 427 મત ગણ્યા કે નહીં તે અંગે વિવાદ

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહની 327 મતે જીત થઈ હતી. ત્યાર બાદ તેની આ જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી. આ અરજી મુજબ, આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટના 427 મત રદ કર્યા હતા. જો ચૂંટણી અધિકારીએ તે રદ ન કર્યા હોત ભૂપેન્દ્રસિંહ જીતી શક્યા ન હોત. ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહે આ અરજી રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે પણ આ અરજી નામંજૂર કરી હતી. તો બીજી તરફ ધવલ જાનીએ હાઈકોર્ટ સમક્ષ જુબાનીમાં સ્પષ્ટ કર્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે, પોસ્ટલ બેલેટની ગણતરી 11.38થી 11.48 વાગ્યા દરમિયાન થઈ હતી....

ફોટો - http://v.duta.us/9q41QAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Kr7dXQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬