[anand] - ચૂંટણી પ્રચાર / 10મીએ મોદી અને 14મીએ યોગી આદિત્યનાથ આણંદમાં સભા સંબોધશે

  |   Anandnews

મોદી જાહેર સભાને સંબોધશે અને યોગીની બે સભાનું આયોજન

પીએમ મોદી ગુજરાતમાં 8 સભા સંબોધે તેવી શક્યતા

ભાજપના અન્ય સ્ટાર પ્રચારક ગુજરાતમાં સભા કરશે

આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરશે. 10મીએ તેઓ આણંદ બેઠકમાં જાહેરસભાને સંબોધશે. વલ્લભવિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાન ખાતે મોદીની જાહેર સભા યોજાશે. આણંદ ઉપરાંત આસપાસની બેથી ત્રણ બેઠકોની પણ આ સંયુક્ત સભા રહેશે. આણંદમાં મોદી ઉપરાંત 14મીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે સભાઓ સંબોધશે.

પીએમ મોદી ગુજરાતમાં 8 સભા કરશે: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીની 10થી વધુ સભાઓ માટે રજૂઆત કરાઇ છે પરંતુ મોદી ચૂંટણી સુધીમાં સાતથી આઠ સભા સંબોધે તેવી શક્યતા છે. શહેરી વિસ્તારોમાં તેમનો રોડ શો યોજવાના આયોજન પણ થઇ રહ્યા છે. જેના વિસ્તૃત કાર્યક્રમો હવે નક્કી થશે. હાલ આણંદની સભાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સભાઓ ગજવશે.

ફોટો - http://v.duta.us/Zp9PbwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/U7nIJwAA

📲 Get Anand News on Whatsapp 💬