[gujarat] - “કોંગ્રેસ માટે ગુજરાત ‘થોળનું તળાવ’, ચૂંટણી આવતા જ કોંગીઓ બને છે વિદેશી પક્ષીઓ”

  |   Gujaratnews

લોકસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા વિરોધી પક્ષો પર વિવિધ ટિપ્પણી અને આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

આણંદમાં કોંગ્રેસને નીતિન પટેલે વિદેશી પક્ષી સાથે સરખાવ્યા છે. વધુમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ગરમીમાં વિદેશી પક્ષી જેમ ગુજરાત આવે છે તેમ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ આવે છે. ચૂંટણી પૂરી થતાં જ કોંગ્રેસી ખોવાઈ જાય છે. મતદારોએ સર્જીકલ સ્ટ્રાઈક કરી ભાજપને મત આપ્યા હતા. તેમજ 2014ની જેમ જનતા આ વખતે ભાજપને મત આપશે.

આણંદ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ વિદેશી પક્ષીઓની જેમ ગુજરાતમાં આવે છે અને ચૂંટણી પૂરી થતાં જ તેઓ દેખાતા નથી. તેમણે કોંગ્રેસની સરખામણી વિદેશી પક્ષીઓ સાથે કરી હતી....

ફોટો - http://v.duta.us/IKZLdAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DCJgvgAA

📲 Get gujaratnews on Whatsapp 💬