[gujarat] - વડોદરા: માતાએ લજવી મમતા, પૈસાની લાલચમાં સગીર દીકરીનો કર્યો સોદો અને પછી….

  |   Gujaratnews

વડોદરાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વડોદરામાં એક માતાએ પૈસાની લાલચમાં પોતાની દીકરીનો સોદો કર્યો હતો. કળયુગની આ માતાએ માની મમતાને લજવતા 1.35 લાખ રૂપિયામાં પોતાની દીકરીનો સોદો કર્યો હતો. સગીર દીકરીને યુવતી દર્શાવવા માટે બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા. આ બોગસ દસ્તાવેજનાં આધારે સગીરા સાથે આધેડે લગ્ન કર્યા હતા. આ મામલે પોલીસે 9 વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે 7 પુરૂષો સહિત 9 લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કહેવાય છે કે ‘જનની જોડ જડતી નથી’ અને માનાં તોલે કોઇપણ આવી શકતુ નથી. પરંતુ આ કિસ્સામાં જે સામે આવ્યું તે ઘણું ચોંકાવનારું છે. માતા પોતાનો સ્વાર્થ ભૂલીને પોતાના બાળકોને માટે જીવન જીવતી હોય છે ત્યારે આવા કિસ્સાઓ સમાજ માટે બીમારી જેવા છે....

ફોટો - http://v.duta.us/oOM1wgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1qRH2wAA

📲 Get gujaratnews on Whatsapp 💬