[himatnagar] - ક્રેઝ / ‘મેં ભી ચોકીદાર’એ યુવાપેઢીને ઘેલી કરી, યુવાનો હાથ પર કરાવી રહ્યાં છે તેનું ટેટૂ

  |   Himatnagarnews

અમદાવાદઃ યુવા પેઢીમાં ટેટૂ એટલે કે છૂંદણા કરાવવાનો ક્રેઝ ઘણો જ વધારે છે, કોઇ પોતાના શરીર પર ધાર્મિક અથવા તો પોતાના નામના ટેટૂ કરાવતા હોય છે, કોઇ મનગમતી વ્યક્તિ અથવા તો સેલિબ્રિટીના નામને છૂંદાવતા હોય છે, અથવા તો પછી કોઇ સિમ્બોલનું ટેટૂ કરાવતા હોય છે. હાલ લોકસભા ચૂંટણી 2019નો માહોલ જામી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સમર્થકો પોત-પોતાની રીતે પાર્ટીને વિજયી બનાવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. જોકે હવે ટેટૂને પણ ચૂંટણીનો રંગ લાગી ગયો છે. જેમાં યુવા પેઢી પોતાના હાથ પર કંઇકને કંઇક છૂંદાવી રહ્યાં છે. એક તરફ જ્યાં નરેન્દ્ર મોદી તરફથી કોંગ્રેસના ‘ચોકીદાર ચોર હે’ના નારા સામે ‘મેં ભી ચોકીદાર’ને પ્રમોટ કરી રહ્યાં છે, જેનો ક્રેઝ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના અનેક યુવાનો પોતાના હાથ પર ‘મેં ભી ચોકીદાર’ લખાવી રહ્યાં છે....

ફોટો - http://v.duta.us/Fp7A8QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/yxztVAAA

📲 Get Himatnagar News on Whatsapp 💬