[jamnagar] - લોકસભા / જામનગરમાં પુનમ માડમ, અમરેલીમાં નારણ કાછડિયા અને જૂનાગઢમાં પુંજા વંશે ફોર્મ ભર્યું

  |   Jamnagarnews

ફોર્મ ભરતા પહેલા રોડ શો અને સભા યોજાઇ, રીવાબા હાજર રહ્યા

જામનગર વિધાનસભાની ગ્રામ્ય બેઠક પર રાઘવજી પટેલે ફોર્મ ભર્યું

જામનગર: જામનગર લોકસભા બેઠક પર પુનમ માડમ અને જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપમાંથી રાઘવજીભાઇ પટેલે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા પુનમ માડમનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભજપના કાર્યકરો જોડાયા હતા. તેમજ અમરેલી બેઠક પર ભાજપમાંથી નારણ કાછડિયાએ ફોર્મ ભર્યું છે તો જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશે ફોર્મ ભર્યું હતું.

સભામાં જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ હાજર: ફોર્મ ભરતા પહેલા પુનમ માડમની ઓશવાળ સેન્ટર ખાતે સભા યોજાઇ હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહિર, હકુભા જાડેજા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રીવાબા જાડેજા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા....

ફોટો - http://v.duta.us/TXcZfAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hfM7HgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬