[porbandar] - પોરબંદર શહેરમાં તાપમાન 36 ડિગ્રીએ પહોંચતાં લોકોમાં રાહત

  |   Porbandarnews

અરબી સમુદ્રના કિનારે વસેલા પોરબંદર શહેરમાં સમુદ્ર તરફથી ઠંડા પવનો આમ તો આખા વર્ષ દરમિયાન ફૂંકાતા હોય છે. સમુદ્ર પરથી આવતા ઠંડા પવનને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ રહે છે. હાલ શિયાળાની ઋતુ પૂરી થઈ હોય અને ઉનાળાની ઋતુ શરૂ થઈ છે ત્યારે ઉનાળાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ 39 ડીગ્રીની આસપાસ તાપમાનનો પારો રહેતા ભારે લૂ પણ પડી હતી. પરંતુ 39 ડીગ્રીએ પહોંચેલ તાપમાનના પારામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હાલ તાપમાનનો પારો 36 ડીગ્રીએ પહોંચી ગયો છે જેના કારણે 2 દિવસ પહેલા પડેલ કાળઝાળ તડકાથી લોકોએ હાશકારો અનુભવ્યો છે. તડકાની સાથોસાથ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે ગરમીમાં પણ રાહત થઈ રહી છે. ઉનાળાની ઋતુ દરમિયાન બપોરના સમયે કાળઝાળ તડકા પડતા હોવાથી લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેથી જાહેર માર્ગો પર બપોરના સમયે લોકોની ખૂબ ઓછી અવરજવર નજરે પડે છે. સતત એકાએક ગરમીનો પારો ઉંચકાતા પોરબંદરનાં લોકોએ દિવસ દરમિયાન ઘરની બહાર જવાનું ટાળ્યું હતું.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/j18d2QAA

📲 Get Porbandar News on Whatsapp 💬