[rajkot] - લોકસભા / રમેશ ધડુક 600 કારના કાફલા સાથે અને મોહન કુંડારીયા સીએમની હાજરીમા રોડ શો કરી ફોર્મ ભરશે

  |   Rajkotnews

અપહૃત માછીમારોના પરિવારને આર્થિક મદદ મળે તે માટે કામ કરીશ: ધડુક

રાજકોટ: આજે પોરબંદર લોકસભા માટે ભાજપના ઉમેદવાર રમેશ ધડુક ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે. સવારે ગોંડલથી તેમના નિવાસસ્થાનેથી તેઓ માતાજીના દર્શન કરીને 600થી વધુ કારના કાફલા સાથે અને પોતના સમર્થકો સાથે પોરબંદર ફોર્મ ભરવા જવા રવાના થયા હતા. રમેશ ધડુકે શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજકોટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા રામકૃષ્ણ આશ્રમથી હબુમાળી ભવન સુધી વિજય રૂપાણીની હાજરીમાં રોડ શો કરી શક્તિપ્રદર્શન કરશે. ભાદમાં સભા યોજી ફોર્મ ભરશે. મોહન કુંડારિયાએ નીચી માંડલમાં ચાંમુડા માતાજીના દર્શન કર્યા હતા.

લક્ઝુરિયસ કારનો કાફલો: રમેશ ધડુકે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે આ વિસ્તારમાં ખાસ માછીમારોના પ્રશ્નોને લઇને કામ કરશે અને અપહૃત માછીમારોના પરિવારને આર્થિક મદદ મળે તે માટે કામ કરવાની વાત કરી હતી. રમેશ ધડુક પોતાની ઉમેદવારી નોંધાવવા પોરબંદર ગયા ત્યારે લ્કઝુરિયસ કારનો કાફલો જોવામળ્યો હતો. રમેશ ધડુકની સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા. પોરબંદર સુધી વિશાળ કારના કાફલા સાથે રોડ શો યોજી શક્તિપ્રદર્શન યોજ્યું હતું.

ફોટો - http://v.duta.us/PuDpBgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CZZMJQAA

📲 Get Rajkot News on Whatsapp 💬