[rajkot] - Phdની વિદ્યાર્થિનીને ન્યાય માટે આચારસંહિતા નડશે

  |   Rajkotnews

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાં અભ્યાસ કરતી પીએચ.ડી.ની વિદ્યાર્થિની લંપટ ગાઇડ ડો.નિલેશ પંચાલની પજવણીનો ભોગ બન્યા બાદ છેલ્લા સાત મહિનાથી જસ્ટિસની રાહ જોઇ રહી છે ત્યારે આ પ્રકરણમાં નિવૃત્ત જજની તપાસનો અહેવાલ આવી ગયો હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો શંકાસ્પદ રીતે આચારસંહિતાનું બહાનું કાઢતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે અને આ પ્રકરણનું યેનકેન પ્રકારે ફીંડલુંવાળી દેવાનો હજુ પણ પ્રયાસ થતો હોવાનું કહેવાય છે.

બાયોસાયન્સ ભવનમાં પીએચ.ડી.કરતી વિદ્યાર્થિની દ્વારા ગત 30-8-2018ના રોજ એન્ટિ સેકસ્યુઅલ વુમન્સ હેરેસમેન્ટ સેલ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી અને એન્ટિ સેકસ્યુઅલ વુમન્સ હેરેસમેન્ટ સેલ દ્વારા રિપોર્ટ અપાયા બાદ 14-9-2018ના રોજ મળેલી સિન્ડિકેટની બેઠકમાં લંપટ પ્રો.નિલેશ પંચાલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને નિવૃત્ત જજને તપાસ સોંપી 60 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરાઇ હતી. ત્યારબાદ પીડિતાને તત્કાલીન ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડો.નિલામ્બરીબેન દવેએ સતત બેથી ત્રણ મહિના સુધી ગાઇડ ફાળવવામાં દાંડાઇ કરી ધક્કા ખવડાવ્યા બાદ મળતા ન હોવાની ફરિયાદ ઊઠી હતી અને ત્યારબાદ પીવીસીનો ચાર્જ સંભાળનાર ડો.વિજય દેશાણી દ્વારા ગાઇડ ફાળવવામાં આવ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/W_KPkgAA

📲 Get Rajkot News on Whatsapp 💬