[surat] - ખજોદમાં પોલીસે ટાંકાનું ઢાંકણું ખોલ્યું ને પાણી નહીં દારૂ મળ્યો

  |   Suratnews

શહેરમાંથી દારૂનું દૂષણ દૂર કરવા મેદાને પડેલી પોલીસે રવિવારે એક ભૂગર્ભ ટાંકો શોધી કાઢ્યો હતો. જે ટાંકો માત્ર અને માત્ર દારૂ છૂપાવવા માટે જ બનાવાયો છે. આ ટાંકામાં છૂપાવેલો રૂ.1.54 લાખની કિંમતનો 1,116 બોટલ વિદેશી દારૂ-બિયર પોલીસે કબજે કર્યો છે.

પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચના પીઆઈ આર. આર. ચૌધરીએ કહ્યું હતું કે, પીસીબીની ટીમ બાતમીના આધારે ખજોદ ગામમાં કચરા પ્લાન્ટની બાજુમાં ભૂગર્ભ ટાંકો શોધવા પહોંચી હતી. જ્યાં ટાંકો મળતો ન હતો. દરમિયાન પોલીસની ટીમે પાવડાથી ધૂળ દૂર કરવાનો શ્રમ આદર્યો હતો. થોડા સમયમાં ટાંકાનું ઢાંકણું દેખાયું જે ખોલ્યું તો ટાંકામાં છૂપાવેલો દારૂ હાથ લાગ્યો હતો. 6 ફૂટ ઊંડો અને બાર ફૂટ લાંબો આ ટાંકો આરસીસીનો બનાવેલો છે. જેનો ઉપયોગ દારૂ છૂપાવવા માટે કરવામાં આવે છે. કારણ કે, અહીં કોઈ રહેતું નથી. જેથી પાણીના ઉપયોગમાં ટાંકો લેવાતો નથી....

ફોટો - http://v.duta.us/ixRgZQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VSB6DQAA

📲 Get Surat News on Whatsapp 💬