[surat] - ચુકાદો / સુરતમાં પત્નીને ભરણપોષણ નહીં આપનારા પતિને 110 દિવસની સજા

  |   Suratnews

પતિ કોર્ટનું વોરન્ટ ન સ્વીકારતો નહોતો

પોલીસે નાસિક જઈને વોરન્ટ આપ્યુ

સુરતઃપત્નીને ભરણપોષણ નહીં ચૂકવાનારા પતિને આખરે કોર્ટે 110 દિવસની સજાનો હુકમ કર્યો હતો. અગાઉ કોર્ટના આદેશ હોવા છતાં બાળક સાથે રહેતી પત્નીને દર મહિને ભરણપોષણની રકમ ચૂકવવામાં પતિ દ્વારા કસુર કરવામાં આવતો હતો. આથી પત્નીએ ફેમિલી કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. અરજદાર તરફે એડવોકેટ અશ્વિન જોગડિયાએ દલીલ કરી હતી. આ કેસમાં નોંધનીય બાબત એ છે કે પતિ કોર્ટ વોરન્ટ સ્વીકરાતો નહતો, આથી પોલીસ છેક નાસિક સુધી ગઈ હતી અને આરોપીને હાથોહાથ વોરન્ટ આપી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.

6500 દર મહિના ચૂકવવા હુકમ

કેસની વિગત મુજબ પલસાણા ખાતે રહેતા આરતી (નામ બદલ્યુ છે) ના લગ્ન નાસિક ખાતે રહેતા નિલેશ રાજભોજ સાથે તા. 26મી જુન, 2009ના રોજ થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતિને એક બાળક અવતર્યો હતો. જો કે, નાની-નાની બાબતોએ બંને વચ્ચે ઝઘડા વધતાં પત્ની બાળક સાથે પિયર રહેવા આવી ગઈ હતી અને પલસાણા કોર્ટમાં ઘરેલુ હિંસાને કાયદા હેઠળ ભરણપોષણ મેળવવા કેસ કર્યો હતો. કોર્ટે કુલ 6500 દર મહિના ચૂકવવા હુકમ કર્યો હતો પરંતુ પતિએ તેનું પાલન નહીં કરતાં અરજદાર પત્નીએ ફરી કોર્ટમાં અરજી કરી હતી. જેના અનુસંધાનમાં કોર્ટે વોન્ટ કાઢતા આરોપીને હાથોહાથ પહોંચાડવામાં આવ્યુ હતુ. ઉપરાંત આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેને 110 દિવસની સજાનો હુકમ કર્યો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PCFVTQAA

📲 Get Surat News on Whatsapp 💬