[surat] - તોફાનીઓનો આતંક / બાંદ્રા-હિસાર ટ્રેન ઉપર સચિન-ભેસ્તાન વચ્ચે પથ્થરમારો કરતાં ગાર્ડની આંખ ફૂટી ગઈ

  |   Suratnews

ઈજાગ્રસ્ત ઉમેશસિંહને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

પથ્થરમારાની ત્રણ-ત્રણ ઘટના છતાં તંત્રની આંખે પાટા

સુરતઃ ટ્રેન પર પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. સોમવારે બાંદ્રા -હિ્સાર ટ્રેન પર કરવામાં આવેલા પથ્થરમારામાં ગાર્ડની આંખને ઇજા પહોંચી હતી.સચિન -ભેસ્તાન વચ્ચે ટ્રેનના ગાર્ડ એસએલઆર કોચ પર કેટલાક અજ્ઞાત લોકોએ પથ્થરમારો કર્યો હતો.ટ્રેન સુરત પહોંચતા ગાર્ડને 108 એમ્બ્યુલન્સની મદદથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જનરલ કોચ, ગાર્ડ SLR કોચ પર પથ્થરમારો

છેલ્લા અઠવાડિયામાં ટ્રેન પર પથ્થરમારાની આ ત્રીજી ઘટના સામે આવી છે.25 માર્ચે સંપર્કક્રાંતિ અને 27 માર્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી હતી.સોમવારે બપોરે બાન્દ્રાથી 12.55 વાગ્યે ટ્રેનમાં ઉમેશ સિંહ નામનો ગાર્ડ ડ્યુટીએ ચડ્યો હતો.ટ્રેન જયારે 4.30 વાગ્યે સચિન અને ભેસ્તાન રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થઇ રહી હતી ત્યારે ટ્રેનના જનરલ કોચ અને ગાર્ડ એસએલઆર કોચ પર પથ્થરમારો કરાયો હતો .ગાર્ડને આંખ પાસે ગંભીર ઇજા પહોંચી હતી....

ફોટો - http://v.duta.us/IzE-9wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_VI6tQAA

📲 Get Surat News on Whatsapp 💬