[surat] - લોકસભા / સુરતમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર ન કર્યા હોવા છતાં જિજ્ઞેશ મેવાસાએ ફોર્મ ભરી દીધું

  |   Suratnews

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નથી જાહેર કર્યા

અત્યાર સુધીમાં 8 લોકોએ ઉમેદવારીપત્રો ભર્યાં

સુરતઃલોક સભાની ચૂંટણીમાં મુખ્ય બે પક્ષો કોંગ્રેસ અને ભાજપ તરફથી હજુ સુધી સુરત બેઠક માટે ઉમેદવારોનાં નામો જાહેર કરવામાં આવ્યાં નથી. તેવા સંજોગોમાં કામરેજ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડી ચૂકેલા જિજ્ઞેશ મેવાસાએ ફોર્મ ભરી દેતાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. મંગળવારે કુલ 6 વ્યક્તિ ઉમેદવારીપત્ર ભરી ગઈ છે. એ સુધી સુરત બેઠક પર અત્યાર સુધીમાં કુલ 8 લોકોએ ઉમેદવારીપત્રો ભર્યાં છે. તો મંગળવારે વધુ 6 લોકો 7 ફોર્મ લઈ ગયાં હતાં. એ સાથે અત્યાર સુધીમાં કુલ 52 વ્યક્તિ 124 ફોર્મ લઈ ગયાં હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.મંગળવારે જે 6 વ્યક્તિએ ફોર્મ ભર્યાં તેમાં જિજ્ઞેશ મેવાસા (કોંગ્રેસ), માહ્યાવંશી નટવર ડાયા (અપક્ષ), જોગિયા અમિષા ( રિઅલ વિકાસ પાર્ટી), ચાવડા શિવા ગુસા (અપક્ષ), ગૌત્તમરાજ જી. હિન્દુસ્તાની (યુવા સરદાર પાર્ટી), રિટા કેપ્ટન (પિરામિડ પાર્ટી ઓફ ઇન્ડિયા)નો સમાવેશ થાય છે. તો મંગળવારે દિવસ દરમિયાન કુલ 6 વ્યક્તિ 7 ફોર્મ લઈ ગયાં છે. જેમાં ભાજપ તરફથી દિનુ શામજી ફોર્મ લઈ ગયાનું જાણવા મળ્યું છે. એ સાથે અત્યાર સુધીમાં કુલ 52 લોકો 124 ઉમેદવારીપત્રો લઇ ગયાનું જાણવા મળ્યું છે.

ફોટો - http://v.duta.us/1WBjggAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AkVpKAEA

📲 Get Surat News on Whatsapp 💬